Std 9 Social Science ch :- 3 swadhayay solution :
Pdf link :
Q - 1. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ મુદ્દાસર લખો :
(1) વૈશ્વિક મહામારી (1929-32)ના ઉદ્દભવની અસરો જણાવો.
જવાબ :-
યુરોપના મોટા ભાગના રાષ્ટ્રીએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવી જશે પરંતુ એકાએકા અમેરિકાના વોલસ્ટ્રીટ શેરબજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ.
જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું.
બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામતરૂપે રખાતા સુવર્ણા જથ્થાની નીતિ ત્યજવી પડી.
તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો.
અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા.
વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો.
(2) દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્દભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો.
જવાબ :-
દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળના ઉદ્દભવેલા અમુક કારણો જવાબદાર હતાં જે નીચે મુજબ છે.
ઉગ્ર રાષ્ટ્રવાદ :
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન, અને ઈટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો.
વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી.
પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્દભવ થયો.
નાઝીવાદી વિચારસરણી ધરાવતો હિટલરે ઓસ્ટ્રેલિયા અને ઝેકોસ્વેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા.
તો બીજી બાજુ ઇટાલીમાં મુસોલિનીએ “ફાસીસ્ટ પક્ષ” ની રચના કરી.
એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું.
આમ, વિશ્વશાંતિ જોખમરૂપ બની.
જૂથબંધીઓ :
ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રુમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા.
રશિયાએ જર્મની, તુર્કી, અને ઇરાન સાથે કરાર કર્યા.
ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ-બર્લિન-ટોક્યો ધરીની રચના કરી.
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું.
આથી વિશ્વમાં ભયનુ સામ્રાજ્ય ઉભું થયું.
લશ્કરવાદ :
પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા. તેનાથી ઊલટું યુરોપના રાષ્ટ્રોના શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા.
આમ યૂરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું.
જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી.
દરેક રાષ્ટ્રએ હવાઈદળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો.
પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી.
આમ, દ્રિતીય વિશ્વયુદ્ધના નગારા વાગ્યા લાગ્યા હતા.
રાષ્ટ્રસંઘની નિષ્ફળતા :
પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં.
રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા.
કેટલાક રાષ્ટ્રોએ તો રાષ્ટ્રસંઘમાથી બહાર નીકળી ગયા હતા.
રશિયા અને જર્મની એ સૌ પ્રથમ રાષ્ટ્ર સંઘ નો સાથ છોડયો.
રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી.
વર્સેલ્સની સંધિ :
પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો.
જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા.
જર્મનીની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મુકવામાં આવી.
આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે ‘કાગળું ચીથરું’ કરીને ફગાવી દીધી.
આથી વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા.
જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ (તાત્કાલિક કારણ) :
એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું.
1 સપ્ટેમ્બર 1939 માં દ્વિતીય વિશ્વ યુદ્ધનો પ્રારંભ થયો.
બ્રિટન અને ફ્રાંસે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જવાળામાં ફેલાઈ ગયું.
(3) દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો.
જવાબ :- આર્થિક પરિણામો :
આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો.
તમામ રાષ્ટ્રોએ જેને ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો.
અમેરિકાએ 350 અબજ ડોલર અને બીજા રાષ્ટ્રો એક હજાર ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો.
ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી.
વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્રસરંજામના ઉત્પાદનને મહત્વ આપ્યું.
આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ.
ઉત્પાદન ઘટયું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું.
ચીનમાં સામ્યવાદની સ્થાપના :
રશિયામાં 1917 માં બોલ્શેત્યેક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રને પ્રભાવિત કર્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો.
આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો.
માઓ-ત્સે-તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ.
ઠંડુ યુદ્ધ :
દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઇ ગયું.
યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા હતા.
લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા.
આ બંને જૂથોમાં વિશ્વના નાના-મોટા રાજ્યો જોડ્યા.
પોતાના મતના સમર્થન મુજબ વાક્ર યુદ્ધો અને વિચાર્યું યુદ્ધો આદર્યા. તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રો :
પ્રથમ વિશ્વયુદ્ધને અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.
પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો.
ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ (U.N.) ની સ્થાપના કરવામાં આવી.
24 ઓક્ટોબર 1945 ના રોજ સ્થાપના કરવામાં આવી. તેનું કાર્યાલય ન્યૂયોર્ક રાખવામાં આવ્યું.
Q - 2. નીચેના પ્રશ્ર્નોનાં ટૂંકમાં ઉત્તર લખો :
(1) સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી?
જવાબ :-
વિશ્વમાં શાંતિ, સલામતી જાળવવા.
શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા.
માનવ હક્કોનું રક્ષણ કરવા.
આંતરરાષ્ટ્રીય વિવાદસ્પદ પ્રશ્નના ઉકેલ માટે.
યુદ્ધની સ્થિતિને અટકાવવા.
વાટાઘાટો કરવા માટે.
ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા.
આમ, દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી.
(2) સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક-સામાજિક સમિતિની ફરજ આપો.
જવાબ :-
આ સમિતિને ઈકોસોક પણ કહે છે.
તેમાં 54 સભ્યો છે સામાન્ય સભામાં તેના નિવૃત થતા 23 સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે.
આ સમિતિ ધર્મ, જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજાજીવન ઉચું લાવવાનો પ્રયત્ન કરે છે.
WHO = વિશ્વ આરોગ્ય સંસ્થા-વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે.
IMF = આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ-નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે.
FAO = આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા-ખેતપેદાશ અને ખાદ્ય-સામગ્રીનું ઉત્પાદન કરે છે.
ILO = આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા-વિશ્વના મજબૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે.
UNESCO = શૈક્ષણિક-વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા-આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો-રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે.
Q - 3. ટૂંક નોંધ લખો :
(1) સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા
જવાબ :- સામાન્ય સભા :
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે.
બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે.
તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે.
પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ, સુચનો કે ભલામણો કરી શકે છે.
મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મજુર કરવું.
તેના ખર્ચની ફાળવણી કરવી.
રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે.
સામાન્ય બાબતમાં નિર્ણય23સભ્યોની બહુમતીથી લેવાય છે.
(2) સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ
જવાબ :- સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ :
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે.
તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે.
બાકી 10 બિનકાયમી સભ્યો છે.
આ સમિતિને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે.
રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે.
કોઈ પણ અગત્યનો નિર્ણય લેવા માટે એક મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઇ શકાતો નથી.
પાંચ કાયમી રાષ્ટ્ર આ વિટો પાવરનો ઉપયોગ કરી શકે છે.
રશિયાએ વિટોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે.
Q - 4. એક વાક્યમાં જવાબ આપો :
(1) દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી?
જવાબ :- દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ 1919 માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી.
(2) જર્મન સરમુખત્યાર કોણ હતો?
જવાબ :- એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો.
(3) ઈટાલીના સરમુખત્યારનુ નામ આપો.
જવાબ :- ઈટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિનિ હતો.
(4) દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો.
જવાબ :- 1 સપ્ટેમ્બર, 1939ના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે.
(5) સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલ છે?
જવાબ :- સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે.
(6) ‘ઠંડું યુદ્ધ’ એટલે શું?
જવાબ :- દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્ર પોતાની ઈચ્છા મુજબ બંને સત્તાજૂથમાં જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ર વિચાર, યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ‘ઠંડું યુદ્ધ’ કહેવામાં આવે છે.
Q - 5. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
(1) જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો?
(A) હિટલર
(B) મુસોલિની
(C) લેનિન
(D) એક પણ નહિ
જવાબ :- (A) હિટલર
(2) વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે?
(A) WHO
(B) IMF
(C) FAO
(D) ILO
જવાબ :- (A) WHO
(3) નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો.
(A) જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો.
(B) મુસોલિની જર્મનીનો લીડર હતો.
(C) નાઝીપક્ષનું પ્રતીક ‘લાકડાની ભારી અને કુહાડી’ હતું.
(D) મુસોલિનીએ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી.
જવાબ :- (D) મુસોલિનીએ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી.