Std 9 Gujrati ch :- 5 swadhyay solution :
Pdf link :
Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના કવિને શાનો અનુભવ નથી થયો ?
(A) વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે
(B) પહેલી પગલી અહીંથી જ ભરી હતી
(C) ભર ઉનાળે તાપ્યા અહી સગડીએ
(D) અમે ભમ્યાં અહીંના ખેતરમાં
જવાબ :- (C) ભર ઉનાળે તાપ્યા અહી સગડીએ
(2) ‘આંખ અમારી ખૂલી અહીં પહેલી’ દ્વારા કવિ શું કહેવા માગે છે ?
(A) જન્મથી આંખ બંધ હતી
(B) હવે મોટા થયા એટલે આંખ ખુલી
(C) બધું જ દેખાવા લાગ્યું
(D) અહીં જ જન્મ થયો હતો
જવાબ :- (D) અહીં જ જન્મ થયો હતો
(3) જીવનની સફળતા-નિષ્ફળતા નો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ?
(A) અમે ભમ્યા અહીંના ખેતરમાં
(B) અહીં શિયાળે તાપ્યા સગડીએ
(C) જીવનજંગે જગત ભમ્યા
(D) કોકિલ સૂણી વસંતે
જવાબ :- (C) જીવનજંગે જગત ભમ્યા
(4) જીવનરૂપિ યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા ?
(A) ભારતમાં
(B) ગુજરાતમાં
(C) જંગલમાં
(D) જગતમાં
જવાબ :- (D) જગતમાં
Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.
(1) કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો ?
જવાબ :- કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે, એમનો જન્મ થયો. અહી પા પા પગલી માંડી. એમના યૌવનની વાદળી પણ અહી જ વરસી હતી. એમનું યૌવન પણ અહી જ પાંગર્યું હતું.
(2) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના આધારે કવિનો વતનપ્રેમ વર્ણવો.
જવાબ :- કવિનો જન્મ પણ અહીં જ થયો હતો. તેમનું બાળપણ અહીં વીત્યું. વતનમાં જ ત્રણેય ઋતુનો અનુભવ કર્યો. તેમજ ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યાં. નદીમાં નાહ્યા વળી આ વતનમાં જ આનંદ કિલ્લોલ કર્યો. અનેક સુખ દુઃખ આવ્યાં, જગત આખું ફર્યા. પણ વતન જેવુ સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી.
આમ, કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતનપ્રેમ દ્રશ્યપાટ થઈ રહ્યો છે.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) તમારા બાળપનનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો.
જવાબ :- હું બાર વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું માણવા માણાવદર ગયો હતો. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક નદીમાં નાહ્યાં તેમજ ત્યાનાં બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની સુંગંધ જામતી હતી. બોર, શેતૂર જેવાં અનેક ફળો હતાં. શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો. અમને પણ રકાબીમાં ગરમ-ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણ તેમજ સસાલા નાચતા-કુદતા હતાં. ગાયો-ભેસો છાયે ઊભી હતી.વાડીમાં કોયલના ટહુકા, મંદિરના શિખર પર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ ઉપરાંત. વરશોને વધાવતા નૃત્ય કરી રહેલો મોર કુદરતની રમણીય શ્રુષ્ટિમાં વિહરવાનો આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ છે.
(2) ‘ગુર્જરીના ગૃહ કુંજે’ કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો.
જવાબ :- કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ રડિયાતું કહ્યું છે. ગુજરાતની સૌંદર્યસૃષ્ટિ અવર્ણનીય છે. જે શિયાળામાં તાપણાથી ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંતઋતુમાં કોયલનો ટહુકાર સંભળાય છે. અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભડાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરોને નદીઓથી શણગાર્યું છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને અનેરું જીવન જીવવાનો સાથ આપે છે આ છે ગૌરવવંતી ગુજરાત.
Q - 4. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.
(1) આંખ અમારી ખૂલી અહીં પહેલી
પગલી ભરી અહીં પહેલી
અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી
જવાબ :- બાળક જન્મતાની સાથે આંખો ખોલીને ચારે તરફ જુએ છે, કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો તેમણે અહીં જ પહેલી પગલી ભરી, અહીં જ એમનું બાળપણ વીત્યું. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું છે.