Std 9 Gujrati ch :- 15 swadhyay solution :
Pdf link :
Q - 1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
(1) માતાના ટહુકા પાસે કોની વિસાત નથી ?
(A) સૂર
(B) તાલ
(C) સંગીત
(D) ઉપરના ત્રણેયની
જવાબ :- (D) ઉપરના ત્રણેયની
(2) ‘હાજર હાથ હજાર હોય’ વાક્યનો અર્થ…...
(A) કોઈ મદદ કરવા આવતું નથી
(B) એક હજાર હાથની વાત છે
(C) માતાની મમતા દેખાતી નથી
(D) બધા જ મદદ કરવા તૈયાર હોય
જવાબ :- (D) બધા જ મદદ કરવા તૈયાર હોય
(3) માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે ?
(A) સૂર, તાલ ને સંગીત સાથે
(B) ઉનાળાના તડકા સાથે
(C) ભર્યા ઉનાળાની પરબ સાથે
(D) શિયાળાની ઠંડી સાથે
જવાબ :- (C) ભર્યા ઉનાળાની પરબ સાથે
(4) કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે ?
(A) તાપણું કરીને
(B) માતાની લાગણીથી
(C) શય્યામાં સૂવાથી
(D) કડકડતી ઠંડીથી
જવાબ :- (B) માતાની લાગણીથી
Q - 2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે ?
જવાબ :- જેમાં આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે છે. પોતાનો પ્રકાશ પાથરે છે આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે.પરંતુ કવિ તો માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળા અને સૌંદર્યની વાત કરી છે.
(2) માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે ?
જવાબ :- માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી - સ્વજનો પણ આપણને હેત કરતા હશે પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીક્કા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ.
Q - 3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
(1) ‘ગોદ માતની ક્યાં ?’ કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપ અનુભવાય છે ? શા માટે ?
જવાબ :- ગોદ માતાની કયા ? કાવ્યમાં કવિએ માની મમતા માટે તરસતા જવા મળે છે તેઓ કહે છે દુનિયામાં દરેક વસ્તુ આપણી પાસે હશે પણ એ કાંઈ કામની નથી જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ હશે પણ માની ગોદમાં જે નીંદર આવે તે શયનખંડમાં નથી આવતી.જીવનમાં ઘણા બધા સ્નેહીઓ, મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નથી મળે.પલ્લવ અને પુષ્પો, સૂર્ય અને તારાઓમાં વાત્સપૂર્ણ આંખોની અધૂરૂપ સાલે છે જીવનમાં મીઠા, સૂર, તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો મદદ કરવા હજારો હાથ તૈયાર છે પણ માના આલિંગન વગર બધું અઘરું છે વર્ષાની હેલી ઉમટે છે પણ માના હેતની હેલી શોધીય જડતી નથી કવિને જીવનમાં માની અધૂરૂપ દેખાય છે ભરઉનાળે તરસ છીપાવતી પરબની સાથે માના વાત્સલ્યની વાત કરે છે. આમ, કવિ શિયાળામાં હૂંફ આપતી માની માયાની અધૂરૂપ સાલે છે કારણ હવે એમની પાસે મા રહી નથી.
આમ, કવિ અનેક બાબતોમાં માની અધૂરૂપ અનુભવે છે.
(2) કવિને માતા પાસેથી શું-શું મળે છે ?
જવાબ :- કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે. માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માના હેતની હેલી શીતળ છાયા અને ઉપાડી માયા મળે છે.
Q - 4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
(1) ‘હાજર હાથ હજાર હોય, પણ છાતી માની ક્યાં ?’
જવાબ :- આપણા જીવનમાં જ્યારે સુખ દુખ આવે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે પણ જ્યારે મા આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મુંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે.એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતા ના હૂંફની અનુભૂતિ થતી નથી.