Std 9 social science ch :- 1 swadhyay solution

 Std 9 social science ch :- 1 swadhyay solution :



Pdf link :


Q - 1. નીચેના પ્રશ્ર્નોનાં ટૂંકમાં જવાબ લખો :


(1) યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. - વિધાન સમજાવો.

જવાબ :- 

પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે.


ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી.


ભારતના મરી-મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માગ હતી.


ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીનમાર્ગે તેમજ જળમાર્ગ થતો અને આ માર્ગના કેન્દ્રસ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું.


તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવતો જળ માર્ગ બંધ થઇ ગયો.


 યુરોપવાસીઓને મરી-મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની શરૂઆત ઊભી થઈ.


(2) ડેલહાઉસીએ કયા કયા સુધારવાળી કાર્યો કર્યા?

જવાબ :- 

ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો..


તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીઓનો રાજ્ય વિસ્તાર વધારવા ‘જીત, જપ્તી અને ખાલસા નીતિ’ અપનાવી.


ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો.


તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ભારત-ઇંગ્લેન્ડ, તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ.


વિધવા પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા.


1757 ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરવા ભારતના રાજ્યો અને આ અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. અને આ અસંતોષ અંતે 1857 ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો.


(3) વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી?

જવાબ :- 

વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય સરતો નીચે મુજબ છે.


 કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે.


 કંપની સરકાર તાલીમ પામેલુ સૈન્ય યોજના સ્વીકારના રાજ્યને આપશે.


 આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે.


 તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો.


 રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનીધી રાખવો.


અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં.


(4) ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્યો ખાલસા કર્યા?

જવાબ :-  

ગવર્નર જનરલ ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ અમલમાં લાવ્યા.


 કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી.


 યુદ્ધ દ્વારા તેને પંજાબ ખાલસા કર્યું.


 સતારા, જેતપુત, સંબલપુર, ઉદયપુર, નાગપુર અને ઝાંસી વગેરે રાજ્યમાં રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા.


 રાજ્યમાં ગેરવહીવટના લીધે અવધને ખાલસા કર્યું.


 નિઝામનો બરાડપ્રાંત કરજની ઉઘરાણી તડે ખાલસા કર્યા.


 કર્ણાટક અને તાંજોર રાજ્યોને નામ માત્ર સત્તાનો અંત લાવી ખાલસા કર્યું.


આમ, ડેલહાઉસીએ ભારતના અનેક રાજ્યો અને કંપની સરકારના પ્રદેશમાં છોડી દઈ અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો.



Q - 2. નીચેના પ્રશ્ર્નોનાં જવાબ મુદ્દાસર લખો :



(1) પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો.

જવાબ :- 

બંગાળમાં મિરાજ-ઉદ્દ-દૌલાનું શાસન હતું. 


તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા.


આ સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ મિરાજ-ઉદ્દ-દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી.


આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઈવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું.


ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઈવે દગાખોરીનો આશરો લીધો.


નવાબને પરાજય આપવા સડયંત્ર ઘડી કાઢવામાં આવ્યુ. જેમાં મીર જાફર શેઠ અમે અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. અને કંપનીએ નવાબ કનડગત કરે છે. એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું.


પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ લડાયું. પ્લાસીનુ મેદાન મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે.


પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો.


મિરાજ-ઉદ્દ-દૌલા હારી ગયો. ક્લાઈવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું.


આ યુદ્ધથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો.


આમ, પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો.



(2) કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો.

જવાબ :- 

જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો.


તે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો.


બંગાળ સુતરાઉ કાપડ, ખાંડ, મલમલ, શણની નિકાસ કરતું.


પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ.


કંપનીની અન્યાયી મહેસુલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો.


અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી.


ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત-રસમ અપનાવી.


જેથી ભારતના ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા.


ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરુ પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી.


ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઇ-થાણા વચ્ચે પ્રથમ રેલવે, મુંબઇ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ, ઇંગ્લેન્ડ-ભારત વચ્ચે આગબોટની સેવા પણ શરૂ થઇ.


કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા.


(3) કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો.

જવાબ :- 

બ્રિટીશ વહિવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસની ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી .


એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા.


જેમાં સતીપ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે.


અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહનરાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા.


ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂર ઊભી થઈ .


પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો.


ચાર્લ્સવુડની ભલામણથી મુંબઇ, મદ્રાસ, કોલકત્તામાં યુનીવર્સીટીની સ્થાપના થઈ.


અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો.


Q - 3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : 


(1) ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

(A) કોલંબસ

(B) પ્રિન્સ હૅનરી

(C) વાસ્કો-દ-ગામા

(D) બાર્થોલોમ્યુ ડાયઝ



(2) ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ?

(A) વેલેસ્લી

(B) ડેલહાઉસી

(C) વૉરન હેસ્ટિંગ્સ

(D) વિલિયમ બૅન્ટિક



(3) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

(A) 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 

(B) પ્લાસીના યુદ્ધથી કંપનીની બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.

(C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ , બિહાર , ઓરિસ્સાની દીવાની સત્તા મળી.

(D) બંગાળાના નવાબ સિરાજ-ઉદ-દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.



(4) ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો

?

(A) વૉરન હેસ્ટિંગ

(B) વેલેસ્લી

(C) ડેલહાઉસી 

(D) કેનિંગ



(5) અંગ્રેજોએ ત્રીજો મૈસુર વિગ્રહ કોની સાથે કર્યો?

(A) ટીપું સુલતાન

(B) મરાઠા

(C) નિઝામ

(D) હૈદરઅલી


Previous Post Next Post