Std 9 gujrati ch :- 2 swadhyay solution video :
Pdf link :
Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઊપડતી નથી.
(A) પિતાજી મારશે તેવો ડર હતો
(B) પોલીસ પકડવા આવશે તેવો ભય હતો
(C) પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે
(D) ગાંધીજી ભૂલ સ્વીકારવામાં માનતા ન હતા
જવાબ :- (C) પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તેવા ભયે
(2) સોનાના કડામાંથી એક તોલા સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ ?
(A) કરજ ભરાતા મન શાંત થયું
(B) ઘરમાંથી સોનુ ગયાનો અફસોસ થયો
(C) ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
(D) ભાઈ પ્રત્યે લાગણી જન્મી
જવાબ :- (C) ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી.
(3) ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ ?
(A) કોઈનેય વાત ન કરવી
(B) જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ
(C) ખોટા રસ્તે જવું
(D) ખોટું કાર્ય વારંવાર ન કરવું
જવાબ :- (B) જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ
(4) બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી ?
(A) ધુમાડો કાઢવાની
(B) નોકરના પૈસા ચોરવાની
(C) વડીલોના દેખતાં બીડી પીવાની
(D) ધતુરાના ડોડવા ખાવાની
જવાબ :- (B) નોકરના પૈસા ચોરવાના
Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.
(1) ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ?
જવાબ :- ગાંધીજીના માસાહારી ભાઈને દેવું થયું હતું. આથી તેમનો દેવું ચૂકવવા માટે તેમણે ભાઈ ના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને દેવું ચૂકવવા મા તેમના ભાઈને સાથ આપ્યો હતો. પરંતુ તે પછી તેમને ખૂબ પસ્તાવો થાય છે. તેથી તેના પ્રાયશ્ચિતરૂપે ગાંધીજી ચિઠ્ઠી લખી અને તેમના પિતાને આપે છે, કે મેં આ ભૂલ કરી છે. આમ ભૂલની નિખાલસ કબૂલાત કરવા માટે ગાંધીજીએ તેમના પિતાજી ને ચિઠ્ઠી લખી હતી. અને તેમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) ‘ચોરી અને પ્રાયશ્ચિત’ પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો.
જવાબ :- ‘ચોરી અને પ્રાયશ્ચિત’ પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ તેમની નિર્ભયતા અને પ્રમાણિકતા છે. તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરે છે. તેમનું વ્યસન છૂટે એમ નહતું અને વડીલોની આજ્ઞા વગર કઈ થઈ શકે તેમ ન હતું માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો સહેલો નથી. તેથી તે વિચાર પડતો મૂક્યો. ભાઈનું કરજ ચૂકવવા ભાઈના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈ ને સાથ આપ્યો. આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્યનો આગ્રહ, અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રમાણિક્તા સૂચવે છે.
(2) ગાંધીજીના અંતરમાં થતાં મનોમંથનનું વર્ણન કરો.
જવાબ :- ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂર ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ ત્રણ ઘટના બાદ વિચારોનું મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે? ઝેરથી મૃત્યુ ન થાય તો? મરીને શો લાભ? આવા પ્રશ્નો મૂંઝવે છે. અંતે રામજી મદિર જઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું. આવી અનેક ઘટના ઘટે છે. ઉપરાંત ભાઇનું કરજ ચૂકવવા માટે સોનાના કડા માંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવા ભાઈને સાથ આપે છે એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો? આવા વિચારો ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ નિર્ણય પાછળ ગાંધીજીની સત્ય ભાવના તથા નિખાલસતાથી એકરાર કરવાની વૃતિ જણાઈ આવે છે.
-----------x------------x-----------